બ્લેન્ક

  • 3k
  • 767

દર રવિવારની સવાર સૌ ને માટે રાહતનો શ્વાસ લઈને આવે છે. પ્રોફેશનસમાં પોતાની જાત ને સતત ૬ દિવસ ઘસ્યા પછી માણસ પોતાની અંગત પ્રવૃત્તિ, સંબંધો તેમજ ખરા અર્થમાં પોતાનું જીવન ત્યારે જ જીવતો હોય છે. આ જ રીતે અવની ના જીવન માં પણ રવિવાર આવ્યો હતો. એ કહેવામાં નવાઈ નહીં કે એનો રવિવારનો પણ એક નિત્યક્રમ હતો. એ મુજબ પોતે વહેલી ઉઠી. જીન્સ પર સરસ મજાની લાંબી કુર્તિ પહેરી અને એક સ્કાફ ગળે નાખીને તૈયાર થઈ. એ સીધી નેશનલ પાર્ક પહોંચી એની બરાબર સામે આવેલા ગાર્ડનમાં જેમ પોતાના આગમન ની સૂચના વગર આવેલો વરસાદ એક જ જાટકે ધબ કરીને જમીન