તારો સાથ

(15)
  • 3k
  • 1
  • 828

ડી-માર્ટમાં ટ્રોલી લઈને બીલિંગ કરવા જતી હતી ત્યાં " હાય... સેજલ " મારી પાછળથી અવાજ આવ્યો. હું ફરી ને જોવ છું તો મારી પાછળ નિરાલી ઉભી હતી. હું તેને જોઈ ને ખુશ થઈ ગઈ. કોલેજ પત્યાં પછી 6 વર્ષે આજે મળ્યા." અરે... બહેન કઈ દુનિયામાં 6 વર્ષથી ના કોઈ મેસેજ ના ફોન. તું છે ક્યાં? " નિરાલી એ પૂછ્યું." હા ઘણો સમય થઈ ગયો આપણને મળે છેલ્લે મીરાના મેરેજ માં બરોડા મળ્યા હતા યાદ છેને " મેં જવાબ આપ્યો. અને ઉમેર્યું કે તું અહીંયા ક્યાંથી."હું બેંગ્લોરમાં હતી ત્યાં મારા પતિ આઇટી કંપનીમાં જોબ કરતા હતા તેમની ટ્રાન્સફર અહીંયા અમદાવાદમાં થઈ