પુજાનું નસીબ

(14)
  • 4.5k
  • 1
  • 1.4k

બંને પક્ષનાં મહેમાનો હોટલ પર આવી પહોંચ્યા હતા. વેલકમ ડ્રિંક્સ પીને સૌ પોતપોતાનાં ગ્રૂપ સાથે વાતો કરતાં હતા. નરેશ અને પુજાનાં માતાપિતાએ સગાઈની રસમ માટેની બધી તૈયારીઓ કરી લીધી. જયંતિભાઈ અને રમીલાબેન દીકરી પુજા બ્યુટીપાર્લરમાંથી તૈયાર થઈને આવે એની રાહ જોતાં બેઠા હતા. પુજા ધોરણ ૧૦ ભણેલી સુશીલ અને સંસ્કારી છોકરી હતી. ઘરનું બધુ કામ પુજા જ સંભાળતી. જ્યારે નરેશે અમદાવાદમાં જ કોલેજમાં એમ.કોમ પૂરું કર્યું હતું. એમ.કોમ પૂરું કર્યા બાદ નોકરી માટે કેટલાય ઇન્ટરવ્યુ આપી જોયા પણ નોકરીનો ક્યાંય મેળ ના પડતાં, આખરે નરેશ કંટાળીને પિતા રમેશભાઈ સાથે ધંધામાં જોડાઈ ગયો હતો. પંદર