કેટલાક અલભ્ય ગરબાઓ

  • 2.5k
  • 2
  • 780

નવરાત્રી નિમિત્તે કેટલાક ઓછા જાણીતા, કેટલાક ફેરફાર વાળી પંક્તિઓ સાથે ગવાતા અને કેટલાક અલભ્ય ગરબાઓ અત્રે મુકેલ છે.1. આજ રે સપનામાં.. આજ રે સપનામાં મેં તો ... આજ રે સપનામાં મેં તો ડોલતા ડુંગર દીઠા જો ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સપનામાં રે આજ રે સપનામાં મેં તો ઘમ્મર વલોણું દીઠું જો દહીં દૂધના વાટકા રે, સાહેલી, મારા સપનામાં રે આજ રે સપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સપનામાં રે આજ રે સપનામાં મેં તો જટાળા જોગી દીઠા જો સોનાની થાળી રે, સાહેલી, મારા સપનામાં રે આજ રે સપનામાં મેં તો પારસપીપળો દીઠો