વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૪

(35)
  • 5.7k
  • 3
  • 2.3k

વ્યાળું-પાણી કરીને પૂરું સુલતાનપુર શાંત થવાની તૈયારીમાં હતું. ઘેર ઘેર ઢોલિયા ઢળાઈ ચુક્યા હતા. ડેલીએ ડેલીએ ડાયરા પૂરા થઈ ગયા હતા. કાલે સવારે શું કામ કરવાનું છે ? એવું આયોજન ઘેર ઘેર થઈ ગયું હતું. લાલીયા, કાળીયા, ધોળીયા, ઝાફરા, ખહુરિયા, આવી કૂતરાની ફોજ ગામનો ચૉકી પહેરો કરવા તૈયાર થઈ ગઈ હતી. વાતાવરણ સાવ શાંત જ થઈ ચૂક્યું હતું એટલામાં ઝમકુના સમાચારે વેગ પકડ્યો. કોલાહલ વધવા લાગ્યો. પુરુષો ઘરની બહાર નીકળવા લાગ્યા અને શેરીના નાકે ભેગા થવા લાગ્યા. એ ગામ ફરી સજીવન થયું. ધીમે ધીમે માણસો ભેગા થઈને કૂવા તરફ જવા લાગ્યા. આ વાતની જાણ કરણુભાને થતા