મૃત્યુનું મધ્યાંતર - 3

(21)
  • 3.7k
  • 1
  • 1.3k

પ્રકરણ- ત્રીજું/૩ ત્રુટક ત્રુટક અવાજમાં બોલવાનો પ્રયાસ કરતાં ઈશિતાએ પૂછ્યું ‘આદિ.. આદિ આ.. કેમ ?’‘ઈશિતા....ત્રણ દિવસ પહેલાં જ અજીતએ મેરેજ કરી લીધા છે.’ થોડીવાર સુધી આદિત્યના ખોળામાં માથું નાખીને હીબકાં ભરીને રડ્યા પછી ઈશિતાને શ્વાસ લેવામાં તકલીફ થવાં લાગતાં ઝડપથી કારનું ડોર ઓપન કરીને કારની બહાર નીકળી ગઈ. આદિત્યએ તેના માથે હાથ ફેરવીને પાણી પીવડાવ્યું. દિલાસો આપીને સમજાવતાં થોડીવાર પછી કારમાં બેસાડી. આદિત્યને લાગ્યું કે, આ સિચ્યુએશનમાં ઈશિતાનું મન ભરીને રડી લેવું જ બહેતર છે. વચ્ચે વચ્ચે આદિત્યના સમજાવ્યાના પંદરેક મિનીટ બાદ ઈશિતા શાંત પડી. ‘ઈશિતા, પહેલાં તું મોઢું વ્યવસ્થિત રીતે વોશ કરી લે, પછી વાત કરીએ.’આદિત્યએ કહ્યું એટલે