પોટલીનું પાપ

  • 3k
  • 1k

દશેરાનો તહેવાર હતો ને શહેરમાં હલચલ વધુ હતી. રામમંદિરે તો ભીડ હતી ત્યાં જ ઝુંપડપટ્ટીમાં આગ લાગી ને બધું તહસનહસ. બીજા દિવસે છાપામાં સમાચાર આવ્યા કે એક ઝુંપડપટ્ટી આગને હવાલે થઈ ગઈ. મિડિયા ને સમાચારપત્રના વરિષ્ઠો ત્યાં મામલો જાણવા આવ્યા કે આખરે થયું શું ? 'બાઘલો' અડધી તુટેલી ચડીએ બધું જોતો હતો. એક પછી એક ગાડીના આવાગમનથી આખું એ મેદાન ભરાઈ ગયું. એનો બાપ ટલ્લી થઈને પડયો પડયો જોતો હતો. બાઘલો દોડીને જોવા ગયો તો એક પોલીસે રોક્યો અને કહ્યું " આઘો જા, ભાગ અહીંથી." બાઘલો બાઘો થઈ ઊભો રહ્યો. એક પત્રકાર બુમબરાડા પાડતો પાડતો કહેતો હતો