મહેંદી તારા નામની

  • 4.1k
  • 1
  • 958

"હાથ તારો પકડીને ચાલી નીકળી છું સંગાથે રહેજે તારા ભરોસે આવી છું " પલક આજે ખૂબ ખુશ છે. આજે એની લગ્રની મહેંદી મૂકાવાની છે. ઘરમાં ચારેકોર દોડધામ છે. મહેમાનો આવવાની શરૂઆત થઈ ગઈ છે. એટલામાં કોઈ બૂમ મારે છે અરે, ચાલો મહેંદી સાથે સંગીત ન હોય તે કેમ ચાલે ? અને તરત જ સંગીત શરૂ થાય છે. પલક બેઠી છે એની દાદી પાસે. એ જુએ છે બધાને, એના ભાઈ બહેન, કાકા કાકી, મામા મામી. બધાનો હરખ સમાતો નથી. પલક, સૌથી નાની અને સૌથી લાડકી. એનો પડ્યો બોલ ઝીલાય. કોઈ એને કોઈ પણ બાબતે ના ન પાડે. એ જે કહે તે