પ્રતિશોધ દ્વિતીય અંક: - 18

(214)
  • 6k
  • 5
  • 3.5k

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-18 તારાપુર, રાજસ્થાન "પંડિત શંકરનાથનું આગમન થતા જ મારા મનને ટાઢક વળી." આટલું કહી તેજપ્રતાપે બ્રહ્મરાક્ષસ બનેલા ભગતલાલ અને શંકરનાથ વચ્ચે થયેલા મુકાબલા અંગેની વાત કહેવાનું શરૂ કર્યું. તારા દાદાજી સાથેની પ્રથમ મુલાકાતમાં જ હું સમજી ગયો હતો કે મારા પુત્ર રુદ્રનો જીવ બચાવવાની ક્ષમતા દુનિયામાં જો કોઈ વ્યક્તિ ધરાવતું હોય તો એ શંકરનાથ જ છે. એમની વાકછટા, એમનું જ્ઞાન, એમનું ચાતુર્ય અને નીડરતા જોઈ હું મનોમન એ દિવ્યાત્માનો નમન કરી બેઠો. એમને મેં ભગતલાલના બ્રહ્મરાક્ષસ બનવાની અને એના દ્વારા કરવામાં આવેલી આકાશવાણી અંગેની સંપૂર્ણ વાત કહી સંભળાવી. આ દરમિયાન સિંહા સાહેબ પણ અમારી સાથે જ હતાં,