આગે ભી જાને ના તુ - 7

(12)
  • 2.8k
  • 854

પ્રકરણ - ૭/સાત ગતાંકમાં વાંચ્યું... અનન્યા એની માસી માલતીબેન સાથે અનંતરાયને મળવા આવે છે. હોળી નજીક આવી રહી છે. અનન્યા હોળી માટે પોરબંદર જઈ રહી છે. રાજીવના મનમાં ખીમજી પટેલ અને કમરપટ્ટાના રહસ્યમઢી શંકા-આશંકા ઘુમરીઓ ખાધા કરે છે. ...હવે આગળ......"રાજીવ, ઉઠ, આજે આઠ વાગી ગયા તો પણ હજી સૂતો છે. તબિયત તો સારી છે ને," સુજાતાએ રાજીવના કપાળે અને ગળે હાથ મૂકી ટેમ્પરેચર ચેક કર્યું. "આજે ઓફિસે જવાનો મૂડ નથી કે શું? કે આખી રાત અનન્યા સાથે સપનામાં હોળી રમી રહ્યો હતો. ઉઠ દીકરા." રાજીવે ઓઢેલું બ્લેન્કેટ ખેંચી સુજાતાએ રાજીવને ઢંઢોળી નાખ્યો."મમ્મી.. ઈઈઈઈઈઈ........." આંખો ચોળતા ને પડખું ફેરવતા જ રાજીવે ઘડિયાળમાં જોયું