અમી અને નિયતિ એકબીજાને એવી રીતે મળી રહ્યા હતાં જાણે વર્ષો પછી કોઈ પોતાનું વ્યકિત મળી જાય અને એક પળમાં મનને ઠંડક પહોંચાડી જાય. અમીની આંખોમાંથી આંસુઓ વહે જતા હતાં કેમકે તેને અફસોસ હતો બધાના મન એક ઝટકામાં તોડવાનો. અને નિયતિ તો પોતાની ભૂલો ને લીધે અફસોસ કરી રહી હતી કે તેણે અમીને ખોટી સમજી. નિયતિને પોતાનાં કરેલાં ગુસ્સા પર ગુસ્સો આવતો હતો. અને નિયતિએ ધ્રુજતા અવાજે કહ્યું " મને માફ કરી દે...મેં વગર કોઈ વાત જાણી તારી પર ગુસ્સો કરી તને ઘરની બહાર ચાલી જવાં કહ્યું. તારું શું થશે , તારી પર શું વિતશે ,