માંહ્યલો - 3

  • 3.1k
  • 1.1k

માંહ્યલો એપિસોડ-૩ અનેરા ઉત્સાહ અને જોમ સાથે ડૉ. મધુમાલા વહેલી સવારે જાગી ગયા. ડૉ. દિવ્યાંગ, શાલીગ્રામ અને નિ:સ્પૃહી ઊઠીને શું જોઈ રહ્યા... ટી ટેબલ તૈયાર હતું. ડૉ. મધુમાલાએ આમ્રપાલીએ ગીફ્ટ કરેલ રાજકોટની બાંધણી પહેરીને તૈયાર હતા. ડૉ. દિવ્યાંગ સહિત ત્રણેય એકબીજાની સામે કૂતૂહલતાથી જોઈ રહ્યા કારણ આમ્રપાલીએ મેરેજ વખતે આપેલ બાંધણી મધુમાલાએ જીવની જેમ સાચવીને રાખી હતી અને કહ્યું હતું “જ્યારે સ્પેશિયલ ઓકેશન હશે ત્યારે હું પહેરીશ” આ વાત ઘરમાં બધાને ખબર હતી. મધુમાલાની નજર સામે ઉભેલ આ ત્રણ પલટન પર પડી ત્યારે ત્રણેય આંખનાં ઇશારે મધુમાલાને પૂછ્યું વ્હોટ હેપન્ડ! સવાર-સવારમાં સજીધજી સવારી કઈ તરફ પ્રયાણ કરી રહી છે ?”