બેફિકરે...

(65)
  • 5.4k
  • 2
  • 1.4k

બેફિકરે...જાસ્મીન આજે ખૂબ જ ગુસ્સામાં હતી. ફરી આદિત્યએ એનો મેસેજ ઇગ્નોર કર્યો હતો. એ જાણતી હતી કે આદિત્ય કામમાં બહુ વ્યસ્ત હતો તો પણ એ હંમેશા એક જ દલીલ કરતી કે, "એક વાર બિઝી છે એવો મેસેજ કરી દે તો એક સેકન્ડ પણ ના થાય. આ શું મારે મેસેજની રાહમાં ફોન પકડીને બેસી રહેવાનું." પણ આદિત્ય હંમેશની જેમ બેફિકર બનીને વાત ઉડાવી દેતો. ખૂબ પ્રેમ હતો બંને વચ્ચે, પણ સ્વભાવમાં આસમાન જમીનનું અંતર હતું. તોય કંઇક એવું હતું જે બંનેને જોડી રાખતું હતું. અને એ હતું એકબીજાની કાળજી અને એકબીજાને સમજવાની સતત કોશિશ.જાસ્મીન રિવર ફ્રન્ટ પર પહોંચી ત્યારે આદિત્ય ઓલરેડી