રાજકારણની રાણી - ૧૯

(65)
  • 5.8k
  • 3
  • 3.4k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૯ જનાર્દનને સુજાતા કરતાં વધુ નવાઇ સાથે ડર લાગી રહ્યો હતો. સુજાતાબેન અમસ્તા મહિલાઓ વચ્ચે થતી 'તારી મારી' વાત કરવા બોલાવે એવા નથી. નક્કી કોઇ ગંભીર બાબત હશે. અને હિમાનીને ખાનગી વાત કરવા બોલાવી છે એટલે જરૂર કોઇ મોટી વાત હશે. મારી રૂબરૂમાં એમણે ખાનગી વાત કરવા બોલાવી છે મતલબ કે એ વાત મારાથી ખાનગી રાખવાના નથી. જનાર્દને વધારે જાણવા હિમાનીને ઉતાવળે પૂછ્યું:"શું ખાનગી વાત કરવા માગે છે? ક્યારે બોલાવી છે?""ખાનગી વાત હશે એટલે જ ફોન પર કરી નહીં હોય. અને આવતીકાલે તમારી સાથે જ મને બોલાવી છે. મારે તો સવારે વહેલા ઊઠીને