બા, હું રેલમંત્રી બનીશ. - અધ્યાય ૧૯

  • 2.2k
  • 1
  • 830

અધ્યાય ૧૯ હું પણ મિનલની સાથે મંચની નજીક પંહોચી ગયો. એને રેલમંત્રી બનતી જોવાનો લ્હાવો હું લેવા માંગતો હતો. નરેન્દ્રભાઈ પણ પધારી ચૂક્યા હતા. મિનલને મળી આશીર્વાદ આપ્યા બાદ જ્યારે એ મારી પાસે આવ્યા ત્યારે હું એમને પરિસ્થિતિથી પૂર્ણપણે વાકેફ કરી ચૂક્યો હતો. શપથવિધિ સમારોહ શરૂ થઈ ચૂક્યો હતો. મહાનુભાવોના સ્વાગત, હાર-તોરા જેવી ઔપચારિક વિધિઓ પછી સમૂહ રાષ્ટ્રગાન ગાવામાં આવ્યુ. અલગ અલગ નેતાઓ કેબિનેટ મંત્રી તરીકે માનનીય રાષ્ટ્રપતિશ્રી અને પ્રધાનમંત્રીશ્રીના અધ્યક્ષપદે શપથ લેવા લાગ્યા. એકવાર હુમલાનો પ્રયાસ થયો હોવાથી પોલીસતંત્ર પહેલા કરતા વધુ સતર્ક હતુ. તિવારી સાહેબે બધી જ માહિતી ત્યાં હાજર રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓને પણ આપી હતી. મિનલ સાથે