સાહસની સફરે - 4

(31)
  • 5.4k
  • 5
  • 2.9k

સાહસની સફરે યશવન્ત મહેતા પ્રકરણ – ૪ : મોતના મહેલમાં ઠાકોર શ્યામસિંહ. નાનકડું એનું રાજ. મોટો એનો મહેલ. પ્રજાને લૂંટે. લૂંટીને ધણ ભેગું કરે. એમાંથી મોટાં મહેલ બંધાવે. સાહ્યબી કરે. ગુલામો ખરીદે. એશઆરામથી રહે. જેવું નામ એવા ગુણ. રંગે કાળો. ઊંચો. તગડો. હબસી જેવો લાગે. એને ઘેર મહેમાન પધાર્યા. લાટદેશના રાજા ગુમાનસિંહ પધાર્યા. ભાવથી આવકાર આપ્યો. જેવો પોતે નીચ છે, એવો જ ગુમાનસિંહ છે. દુનિયામાં સદા સરખેસરખા વચ્ચે દોસ્તી બંધાય. સારા માણસની દોસ્તી સારા સાથે બંધાય. બૂરાની બૂરા સાથે. પણ આ ગુમાનસિંહ કાંઇ સાચો ગુમાનસિંહ નથી. આ તો વીરસેન છે. એનો ચહેરોમહોરો ગુમાનસિંહ જેવો છે. ઉંમર ગુમાનસિંહ જેટલી જ છે.