પ્રતિશોધ દ્વિતીય અંક: - 17

(215)
  • 6.2k
  • 6
  • 3.5k

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-17 200 વર્ષ પહેલાં માધવપુર, રાજસ્થાન વિક્રમસિંહ અને અંબિકાના પુત્ર જોરાવરની નામકરણ વિધિ બાદ એનું ભવિષ્ય ભાખતી વેળા માધવપુરના કુળગુરુ એવા ભાનુનાથના ચહેરા પર આવેલા ઉચાટને પિછાણી રાજમાતા ગૌરીદેવી જોરાવરના ભવિષ્યમાં શું ભેદ હતો એ જાણવા ભાનુનાથને મળવા માટે જાય છે. ગૌરીદેવી જ્યારે ભાનુનાથના કક્ષમાં પહોંચ્યાં ત્યારે ભાનુનાથ વ્યગ્રભાવે પોતાના સામે પાટલા પર રાખેલી જૂની પુરાણી પુસ્તકોમાંથી કંઈક શોધી રહ્યા હતાં. કોઈકનાં ત્યાં આવવાનો પગરવ સાંભળી ભાનુનાથે પોતાનું કામ થોડો સમય માટે અટકાવી બારણે ઊભેલા ગૌરીદેવી તરફ એક દ્રષ્ટિ ફેંકી. "રાજમાતા આપ, કૃપયા અંદર પધારો.." ભાનુનાથે ઉચ્ચારેલા વાક્યને પૂરું થયા પહેલા જ ગૌરીદેવી એમના કક્ષમાં પ્રવેશી ગયા.