ફરી મળીશું !!પ્રકરણ - ૨ ક્યારેય ગામડું છોડી ને કોઈ મોટા શહેર નો અનુભવ થયો ન હતો. હજુ તો 12માં ધોરણનું પરિણામ આવ્યું હતું. 78% થી પાસ થયો હતો. મમ્મીપપ્પાની ખુશીનો પર નહોતો. ભણવામાં પહેલેથી હોશિયાર હતો જેથી ઘરમાં બધા ને મારી પાસે અપેક્ષાઓ ઘણી હતી.મારી મમ્મી ને તો એમજ હતું કે હવે આજ મોટો થઈ ને અમારી આર્થિક તકલીફો દૂર કરશે. મારા પપ્પાને પણ મારા પ્રત્યે એવુંજ અપેક્ષા હતી પણ તેમણે ક્યારેય મારી સામે જાહેર નહોતી કરી. અમારા ગામના અમુક મિત્રો, વડીલો અને સગાસંબંધીઓ ના કહેવાથી મારા પપ્પાએ મને વિદ્યાનગર અભ્યાસ કરવા માટે મોકલવાનું નક્કી