પ્રેમનું વર્તુળ - ૧૬

(26)
  • 3.4k
  • 2
  • 1.6k

પ્રકરણ-૧૬ રેવાંશનું વિચિત્ર વર્તન વૈદેહીને ત્રણ મહિના પુરા થઇ ગયા હતા. રેવાંશ અને વૈદેહી બંનેનું જીવન બરાબર ચાલી રહ્યું હતું. રેવાંશની મમ્મીને પણ હવે રીટાયર થવામાં માત્ર એક જ વર્ષ બાકી રહ્યું હતું. અને એ છેલ્લાં વર્ષમાં જ એમને શાળાના પ્રિન્સીપાલ તરીકે પ્રમોશન મળ્યું હતું. ટૂંકમાં, આ આવનાર બાળક બધાના માટે ખુબ સારા સમાચાર લઈને આવ્યું હતું. મહેકના પણ લગ્ન એ જ વર્ષ દરમિયાન ગોઠવાયા. એના લગ્ન પણ રંગેચંગે લેવાયા. મહેકના પતિને પોતાનું કલીનીક હતું. મહેકનો સાસરી પરિવાર પણ પૈસેટકે સુખી પરિવાર હતો. મહેેેકના સસરાને ફર્નીચરનો બીઝનેસ હતો. અને એમના જેઠ પિતા સાથે બિઝનેસમાં હતા. જેઠની પત્ની એટલે કે, મહેકની