માં શેરાવાલી

  • 3.2k
  • 858

માં શેરાવાલી તે રતુંબડા આકાશને જોઈ રહ્યો, લાલ ગોળો પોતાની દિશામાં આગળ વધી રહ્યો હતો.ક્યાંક આરતીના નાદ સંભળાઈ રહ્યા હતા. પક્ષીઓનો કલબલ પણ ધીમો થતો જતો હતો. અંધકાર એ નાના ગામને કાળું કરવા મથી રહ્યો હતો.તો ક્યાંક એજ કાળામાથાંનો માનવી એ અંધારાને દૂર કરવા ફાનસ પ્રગટાવી રહ્યો હતો. સંધ્યા બરાબર જામી હતી. ક્યાંક ક્યાંક આકાશ કોઈ નવી વહુ ની જેમ લાલ થઈ ગયું હતું. તો ક્યાંય કોઈ ભોટની જેમ નિર્જન ભાસતું હતું. એ આકાશમાં ઉડતું કોઈ પક્ષી અતિરમણીય લાગતું હતું.અને પછી કોઈ અગમ્ય કારણ થી પોતાના માળામાં જતું રહેતું. જેરાજઆ બધું જોઈ રહ્યો હતો. જેરાજના લગ્ન