યોગ-વિયોગ - 58

(366)
  • 19.3k
  • 10
  • 11.6k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૫૮ બ્રુકલીન બ્રિજના ખૂણે રેલિંગને અઢેલીને શાંતિથી ઊભેલા બાપ-દીકરો ધીમે ધીમે દરિયાના કાળા થતાં જતાં પાણીને જોઈ રહ્યા હતા. ખાસ્સી વારથી બંને ચૂપચાપ ઊભા હતા. જોકે સૂર્યકાંતને ઘરની બહાર નીકળવાની ડોક્ટરે ચોખ્ખી ના પાડી હતી, તેમ છતાં આજે જીદ કરીને સૂર્યકાંત અજયની સાથે બહાર નીકળ્યા હતા. ગાડીને થોડે દૂર પાર્ક કરીને બ્રુકલિન બ્રિજના લાકડાનાપ્લેટફોર્મ પર દીકરાનો હાથ પકડીને ધીરે ધીરે ચાલતા સૂર્યકાંતને લાગ્યું કે એમનું જીવન સફળ થઈ ગયું ! આખી જિંદગી સૂર્યકાંતે આવી જ કોઈ ક્ષણનાં સપનાં જોયાં હતાં. ભારત છોડીને અમેરિકા આવીને વસી ગયેલા સૂર્યકાંતને ખરું પૂછો તો સંતાનો ક્યારેય ભૂલાયાં નહોતાં. એમાં