આગળના પ્રકરણમાં તમે વાંચ્યું, વિક્રમ અને રેશ્મા બંને આર્કિયોલોજીસ્ટ છે અને બંનેનો એક ભૂતકાળ રહી ચૂકેલો છે. વિક્રમ રેશ્મા ના બોસ પ્રો. નારાયણના ઘરેથી એમની એક ગુપ્ત ફાઇલ ચોરવા તે એમના ઘરમાં ચોરીછુપે જાય છે. અને લાયબ્રેરીમાં પહોંચે છે. હવે આગળ..ચેપ્ટર - 4 વિક્રમ લાયબ્રેરીમાં પહોંચી ગયો હતો. લાયબ્રેરીમાં ઘોર અંધકાર હતો. બધી લાઇટો બંધ હતી. અને બારીઓ પણ બંધ હોવાથી એને કંઇજ દેખાય રહ્યુ હતું નહીં. એણે પોતાની સાથે લાવેલ મીની ટોર્ચ ચાલુ કરી. એના અજવાળામાં એણે જોયું કે એની સામે જ બારી હતી જે બંધ હતી.