યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૫૭ એરપોર્ટથી બી.એમ.ડબ્લ્યુ.માં બેસીને ઘર તરફ આવતો અજય આ દેશ જોઈને ચકિત થઈ ગયો. અહીંની સ્વચ્છતા, અહીંની ટ્રાફિક ડિસિપ્લિન અને અહીંની શહેર વ્યવસ્થા એને માટે આશ્ચર્યચકિત કરી નાખનારી બાબત હતી. ‘‘કેવી તબિયત છે બાપુની ?’’ ‘‘તમે ઘરે જઈને જાતે જ જોઈ લેજો.’’ મધુભાઈએ સ્મિત કર્યું, ‘‘બસ, તમારી જ રાહ જુએ છે.’’ ઘર સુધીના રસ્તે ટનલ્સમાંથી પસાર થતા, હાઈવે ઉપર કે શહેરના માર્ગો પર અજય આ શહેરની સમૃદ્ધિ જોઈ રહ્યો હતો. અહીં સમૃદ્ધિ છાકમછોળ હતી. ભાગતા-દોડતા, અટકતા માણસો અને ગાડીઓ હતી. બધું જાણે સતત ક્યાંક પહોંચવા માટે, કોઈ હરીફાઈમાં ઊતરીને પહેલા પહોંચવા માટે ઉતાવળું થઈને સરકી