Chapter 5 - આભાસનો અહેસાસ

  • 2.4k
  • 752

Chapter 5: "આભાસનો અહેસાસ" એક વંટોળ હતું. બઉ જ તાકાતવાળુ. ધરતી પર એક જ સજીવ છે જે જેટલું જમીન ઉપર હોય એટલું જ જમીન નીચે. ઝાડ. એવા જ એક ધરખમ, કદાવર ઝાડને ઉખેડીને હવામાં ક્યાંય ફેંકી દે, એટલી તાકાત ધરાવતું વંટોળ. એ તાકાતવર વંટોળ વિચારોનું હતું. જેને મારા બધા જ હોશ-કોશને ઉડાડીને ક્યાંય ફેંકી દીધેલા. થોડી વાર માટે હું શૂન્યમનસ્ક બની ગયો. શરીર પર ક્યાંય બેઠો માર વાગે અને કેવી બહેરાશ આવી જાય થોડી વાર માટે, બસ એમ જ મારું મન બહેરું થઈ ગયેલું. હજુ તો સવારે પેલા dream સાથે ઉઠ્યો હતો, કે જેના લીધે હજુ પણ મનમાં ઉઠેલા