અંધાયુગ: મહાભારત ને ભારતકાળનુ વાસ્તવચિત્ર

  • 5.7k
  • 1
  • 1.8k

અંધાયુગ, ધર્મવીર ભારતીની એવી કૃતિ જેને 'ન ભૂતો ન ભવિષ્યતિ' પણ કહી શકાય. 1954ના સપ્ટેમ્બર મહિનામાં લખાયેલ આ કૃતિના અનેક સંસ્કરણો પ્રકાશિત થયાં છે. હિન્દી સાહિત્યના વરિષ્ઠ સાહિત્યકાર્ ધર્મવીર ભારતીનુ આ પદ્યનાટક એક અસાધારણ નાટક લેખાયુ છે. મહાભારતના કથાબીજ આધારિત આ નાટક કુરુકુળના બે પિતરાઈ ભાઇઓ પાંડવો અને કૌરવો વચ્ચે ૧૮ દિવસ ચાલેલા મહાસંગ્રામ પછીની ગાથા છે. આ યુદ્ધ રોકવા શ્રીકૃષ્ણએ પ્રયત્ન કર્યો પણ...? નિયતિને કોણ ટાળી શકે..? આ મહાસંગ્રામના અંતે આંગળીના વેઢે ગણાય તેટલા જ લોકો બચ્યા. માત્ર કૌરવો જ નહિ પણ પાંડવકુળના પાંચેય સંતાનો પણ... ‘અંધાયુગ’ અઢાર દિવસના યુદ્ધ પછીની કથા છે. ધર્મવીર ભારતી લખે કે 'અંધાયુગ' ક્યારેય