સંગાઈની રસમો પુરી થઈ ગઈ હતી ને સ્નેહા તે સંગાઈના કપડાં બદલી એક નવા લુકમાં આવી ગઈ. બપોરના ત્રણ વાગતા જ શુંભમ તેમને લેવા માટે આવી ગયો. બંને એકલા જ પહેલાં અંબાજી મંદીર ગયા. માતાજીના દર્શન કરી શુંભમે તેમની ગાડી ડુંમસ તરફ ચલાવી. આખો રસ્તો બંનેની વાતો એમ જ ચાલતી હતી. જિંદગી ની આ સફર અહીં જ શરૂ થઈ ગઈ હતી. કેટલું બધું બદલાઈ ગયું હતું આ એકપળમાં. હવે ખાલી તેમની વચ્ચે પ્રેમનો જ સંબધ નથી હવે જિંદગી ભરનો સથવારો બની ગયા હતા. ડુંમસના દરિયા કિનારે શુંભમે ગાડી પાર્ક કરી ને બંને