સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૨૬

(20)
  • 3.7k
  • 1
  • 1.1k

ભાગ :- ૨૬ આપણે આગળના ભાગમાં જોયું કે સૃષ્ટિ એક અફર નિર્ણય લઈ ચૂકી છે અને સાર્થકની ખુશી માટે એને પોતાની જિંદગીમાંથી રુખસદ આપી દે છે. મનસ્વી મેડિકલ પરિક્ષા NEET પાસ કરી ચુકી છે. જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે. ***** સૃષ્ટિની વાત સાંભળી નિરવના મનમાં કેટલાય સવાલોનો મારો ચાલુ થઈ ગયો. આખરે સૃષ્ટિ શું માંગવા જઈ રહી છે.!? મન સ્થિર કરી નિરવે કહ્યું, "હા, સૃષ્ટિ... તું માંગીશ એ કોઈપણ સવાલ જવાબ વગર હું આપીશ." સૃષ્ટિને જાણે આટલું જ જોઈતું હતું. એ તરતજ બોલી ઉઠી, "મનસ્વીના MBBS ડોકટર થવાના સપના વિશે મેં કઈક વિચાર્યું છે અને મારે એવુંજ