બા, હું રેલમંત્રી બનીશ. -અધ્યાય ૧૮

  • 3.4k
  • 1
  • 1k

અધ્યાય ૧૮ વહેલી સવારે ડોરબેલ વાગતા તિવારી સાહેબે હાંફળા-ફાંફળા દોડતા આવીને દરવાજો ખોલ્યો. દરવાજે મને ઉભેલો જોઈ કંઈક ખરાબ બનવાની આશંકાએ એ ચોંક્યા. "શુ થયુ કાકા? આટલી સવાર-સવારમાં તમે અહીં?" "બધુ બરાબર છે ને? મિનલબેનને તો કાંઈ..." એમણે ચિંતિત સ્વરે પૂછ્યુ. "બધુ બરાબર છે, સાહેબ." "પણ પેલી બે ગેંગ હજુયે પકડાણી નથી એની ચિંતામાં રાત આખી સૂઈ શક્યો નથી. શુ આપણે વહેલા સ્થળ પર પંહોચી જઈએ તો એકાદ પણ શંકાસ્પદ પકડાઈ શકે અને કદાચ પૂરી ગેંગ સૂધી પંહોચી શકાય." "હું એટલો મોટો માણસ નથી કે હું આપને સલાહ આપી શકુ, પરંતુ જો એમની યોજના શપથવિધિ સમયે જ હુમલો કરવાની હોય