વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૩

(34)
  • 4.8k
  • 1
  • 2k

સુલતાનપુરના પાદરે ઊભેલો એ ગોઝારો બંધિયાર કૂવો મીઠા પાણીથી તો ભરેલો હતો જ પણ સાથે-સાથે અનેક કડવા અનુભવોનો સાક્ષી પણ હતો. એ એના પેટાળમાં ઘણા રાઝ છુપાવીને બેઠો હતો. ચૂના અને પથ્થરથી બાંધેલા એ કૂવાની સમકાલીન ત્રણ કાટ ખાઈ ગયેલી ગરેડી હતી; જેનાથી પાણી સિંચવામાં આવતું હતું. એ લોખંડની ગરેડી તો ગમે એમ તોય સ્ત્રીલિંગ છે ને !.... એ તો સાવ ઘસાઈ ગઈ હતી કદાચ બધી પનિહારીઓની હૈયાવરાળ સાંભળીને જ હશે, જેને સીંચણીયા સાથે પ્રેમ થઇ ગયો હતો, એ પથ્થર પણ ઘસાઈ ચુક્યા હતા. જ્યારે ઝમકુને બેડા વગર આવતી જોઈ ત્યારે પથ્થર, ગરેડી, અને ઘરનો મોભી