પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-15 200 વર્ષ પહેલાં માધવપુર, રાજસ્થાન પુષ્કર મેળામાં અયોજવામાં આવેલી તલવારબાજીની પુરુષોની પ્રતિયોગીતા જીતવાની સાથે માધવપુરના રાજા વિક્રમસિંહ પોતાના મનમાં વસી ગયેલી અંબિકાને પોતાની પત્ની બનાવવાનો હક મેળવી ચૂક્યા હતાં. પુષ્કર બ્રહ્માજી મંદિરમાં અંબિકા સાથે લગ્નગ્રંથીથી જોડાઈને જ્યારે વિક્રમસિંહ માધવપુર પહોંચ્યા ત્યારે પૂરું નગર પોતાના મહારાજ અને મહારાણીને વધાવવા છેક નગરનાં પ્રવેશદ્વાર સુધી આવી પહોંચ્યું હતું. આ ટોળાની મોખરે હતાં વિક્રમસિંહના માતૃશ્રી અને માધવપુરના રાજમાતા એવા ગૌરીદેવી. પોતે મેળામાં આયોજિત તલવારબાજીની સ્પર્ધામાં વિજયી બનીને પ્રભુતાના પગલાં પાડી ચૂક્યો છે એવો સંદેશો વિક્રમસિંહ માધવપુર મોકલી ચૂક્યો હતો. સંદેશો વાંચતાની સાથે જ ગૌરીદેવીનું હૈયું પોતાની પુત્રવધુનું મુખ જોવા તલપાપડ