ડર ને પેલે પાર...

(13)
  • 3.1k
  • 642

'અરે વાહ... શું ડ્રેસ છે !! ડિઝાઇન તો સારી છે, પણ બસ કલર બહુ ડાર્ક છે... જરીક આછો કલર હોત તો... અહા... શું મજા આવી જાત... નીલી એક કામ કર આને તું રાખી લે...આ મારે લાયક નથી... પણ હાં તારા પર સારો લાગશે... આમેય તું મારીથી થોડી કાળી છે તો આવા કલર તને અને ડ્રેસ તને ચાલે સમજી... તું જ રાખ... હું તો બ્લુ જીન્સ અને ગુલાબી ટીશર્ટ લઈશ હું તારાથી વધુ ગોરી એટલે ગુલાબી ટીશર્ટ મસ્ત લાગશે ' હંમેશાની આદતની જેમ રોહિણીએ મોં મચકોડતા રીતસરની બેઈજ્જતી સાથે ડ્રેસ નીલિમાના મોં પર ફેંકયો. નિલીમાને પણ મન