ચન્દ્ર પર જંગ - 8 - છેલ્લો ભાગ

(26)
  • 3k
  • 5
  • 1.3k

ચન્દ્ર પર જંગ યશવન્ત મહેતા (કિશોર વૈજ્ઞાનિક સાહસકથા, ૧૯૭૦) પ્રકરણ – ૮ : આખરી અંજામ કેતુ છૂટીને આગળ આવ્યો. તાન્યા કહે : “અભિનંદન ભારતીય વીર ! આપણી યુક્તિ આબાદ કામ આવી ગઈ.” કેતુ કહે : “મેં તમને ઝાંખાંઝાંખાં જોઈ લીધાં હતાં. તમારી મુશ્કેલી પારખીને નાનકડું નાટક ભજવી નાખવાનું મેં નક્કી કર્યું અને એ સફળ થયું. તાન્યાબહેન, હવે શો હુકમ છે ?” તાન્યા હસી. બોલી : “અલ્યા, તમે બધાએ તો મને સરદારી સોંપી દીધી લાગે છે !” કુમાર કહે : “તમે આપણી ટુકડીને વિજય અપાવ્યો છે તો તમે જ અમારાં સરદાર !” આમ વાતો ચાલતી હતી, ત્યારે ડેવિડે ચાઓની પ્રાણવાયુની નળી