ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 4

(155)
  • 5k
  • 7
  • 3.2k

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-4 બે અઠવાડિયા પહેલા, અમદાવાદ "હા, ઓફિસર..તમારે અને નાયકે ચીન જવાનું છે." રાજવીર શેખાવતે અર્જુન તરફ જોતા કહ્યું. "ગુજરાત પર જે હુમલો થવાનો છે એના તાર ચીન સાથે પણ જોડાયેલા હોવાનું અમને માલુમ પડ્યું છે." "કાસમની ઝૂંપડીમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો, જે ઝૂંપડીમાં લાગેલી આગમાં મહદઅંશે સળગી ગયો હતો. મોબાઈલ તો અમારા કંઈ કામનો નહોતો રહ્યો પણ એની અંદર મોજુદ સીમ કાર્ડ અમારા માટે ખૂબ કામનું પુરવાર થયું. અમે એ સીમકાર્ડની કોલ ડિટેઈલ નીકાળી તો જાણવા મળ્યું કે એ નંબર પરથી એક અન્ય નંબર પર દર બે દિવસે રાતે દસ વાગે કોલ કરવામાં આવતો હતો.