બા..એ..બા...!!આ જોને !!આને લઈજાને.!!"નીચે ફળીયામાથી ચારુ એ બાને બુમો મારતાં રડમસ આવજ કર્યો. બંધ ડેલી વાળુ ફળિયું એને એમા એક મેડી વાળુ ગારથી અને પથ્થરથી બનેલું મકાન, લાકડાનો દદરો,ઉપર ચડી પેહલી ઓસરી મા ખરબચડી લાદી,અને સામે દીવાલ ઉપર એક ટાંકુ ભગવાનનુ, અને અંદર જાતા રસોડું જેના એક ખુણામાં માટીનો ચુલો અને પડખે પતરાનુ પાજંરુ એ જમાનામા એમા રસોઈ ઢાંકતા." અલા રમલા...!!!! એને હેરાન કરમાનેનેને....."બા ગુસ્સા મા દાદરો ઉતર્યા બોલતા બોલતા અને રમલાને હાથ પકડી ઉપર લઈ ગયાં. રસોડા માજ રમલા માટે હિંડોળાની ખાટ રાખેલી, રમલાને હાથપકડી ત્યા બેસાડતા બોલ્યા, "હવે રોટલાનો કરીલઉ ત્યા સુધી ઉભો નો થાતો."જરા ધકકાથી બેસાડી