માતુ

(11)
  • 2.9k
  • 698

%%%માતુ%%% સવારે ૬.૩૦ થતા જ ગાયત્રીના રસોડામાં કુકરની સીટી વાગ્યા માંડે અને આખા ઘરમાં ગાયત્રીનો તીણો આવાજ પ્રસરવા લાગે,” રાહુલ જલ્દી ઉઠ,હમણાં તારી સ્કુલબસ આવી જશે..” આમ બોલતી બોલતી તે રાહુલના રૂમમાં પહોંચી જાય.રાહુલ તો સપનાની દુનિયામાં ખોવાયેલો નિદ્રામાં પોઢ્યો હોય.ગાયત્રી જોરથી રાહુલે ઓઢેલી ચાદર ખેંચી, તેને સપનામાંથી બહાર લાવે અને હાથ પકડી બાથરૂમ સુધી મુકતા,સુચના આપતી જાય,”જલ્દી બ્રશ કરી ,નાહી-ધોઈ નાસ્તા માટે આવ”.સુચના આપતા આપતા તે બેડરૂમમાં પહોંચે અને નીરવને ઉઠાળવાના પ્રયત્નો શરુ કરે,પણ રોજની જેમ નીરવનો જવાબ આવે,”પાંચ મિનીટ સુવા દે” અને ગાયત્રીનો અવાજ ભારી થાય,”બાપ-દીકરા બંનેને સુવામાંથી ક્યારે સંતોષ જ નથી.પછી મોડું થશે અને