લોકડાઉન ફળ્યું

(13)
  • 3.6k
  • 1.3k

પલાશ અને પિયાનું લગ્ન જીવન ખૂબ જ સુખી હતું. પિયા સાસરામાં બધા સાથે સરસ હળીમળી ગઈ હતી. સંયુક્ત પરિવાર હતો, બધા એકબીજા ની ખૂબ જ કાળજી રાખતા હતા. જીવન સુંદર રીતે પસાર થઇ રહ્યું હતું. સમયાંતરે બે બાળકો નો જન્મ થયો બાળકો ની કિલકારીઓથી ઘર ભર્યું ભર્યું લાગતું હતું. ઘર ના દરેક સભ્ય ને પિયા થી સંતોષ હતો. પિયા એ આવતાં વેંત ઘરની દરેક જવાબદારી ઉપાડી લીધી હતી. તે માતા - પિતા સમાન સાસુ - સસરા ને કોઈ વાતે ઓછું આવવા દેતી ન હતી. પલાશ પણ પિયા ના શાલીન અને સંસ્કારી સ્વભાવ