માણસ તારે જાગવું પડશે

  • 3.2k
  • 1.1k

લખતાં હાથ કાંપે, બોલતાં જીભ કપાય અને સાંભળતા કાનમાંથી લોહી નીકળે એવો શબ્દ..."બળાત્કાર"... જેનાં અર્થ થી સૌ વાકેફ તો છે છતાં તદ્દન અજાણની જેમ જીવે છે. દુઃખ એ વાતનું છે કે, બળાત્કાર નાં કિસ્સાઓ સાંભળી માણસ હચમચી તો જાય છે પણ એકાદ પહોરમાં તે દુઃખનાં હચમચાટથી ઉગરી પણ જાય છે.આપણા સમાજમાં દિવસે ને દિવસે બળાત્કારનાં કિસ્સાઓ વધતા જાય છે. ક્યાંક નાની બાળકી તો ક્યાંક યુવતી, ક્યાંક પરિણીતા તો ક્યાંક કુંવારી આમ મોટા ભાગે સ્ત્રીસમાજ ની માતાઓ, બહેનો, દીકરીઓ બળાત્કારીઓનો ભોગ બને છે ત્યારે પીડિતા ફક્ત શારીરિક નહીં માનસિકતાઓથી પણ પીડાતી રહે છે. શારીરિક પીડાથી તો થોડાક મહિનાઓમાં મુક્તિ મળી જાય