પ્રતિશોધ દ્વિતીય અંક: - 14

(204)
  • 5.7k
  • 7
  • 3.3k

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-14 તારાપુર, રાજસ્થાન શંકરનાથ પંડિતે પોતાના માટે છોડેલી ડાયરી વાંચ્યા બાદ આદિત્ય એ વાત સમજી ચૂક્યો હતો કે પોતાની જીંદગીનો આખરે મકસદ શું છે એ જાણવા તારાપુર જઈને લાલકોઠીમાં રહેતા વ્યક્તિને મળવું જરૂરી છે. આ કારણથી આદિત્ય તારાપુર આવી ચૂક્યો હતો અને એને લાલકોઠીમાં પ્રવેશ પણ મેળવી લીધો હતો. પોતે અહીં આવવાનો છે એ વાત લાલકોઠીનો માલિક કઈ રીતે જાણતો હતો? એ જાણવાની બેતાબી સાથે આદિત્ય પોતાને દરવાજે લેવા આવેલા આધેડ વયનાં નોકર સાથે હવેલીના પ્રથમ માળે આવી પહોંચ્યો. ત્યાં જમણી તરફ આવેલા એક કક્ષના દરવાજા જોડે ઊભા રહી વૃદ્ધ નોકરે આદિત્યને ઉદ્દેશીને કહ્યું. માલિક અંદર તમારી