માટીની અસલી કિંમત પિછાણનાર: સારા ઇબ્રાહિમ કુંભાર

  • 5.5k
  • 1
  • 1.5k

દરેકે કુંભારને માટીકામ કરતાં જોયા હશે અને તેનાં પર સુશોભન કરતી કુંભારણને પણ! સુંદર વાત એ છે કે સારામાસી આ બંને કામ વર્ષોથી ખુદ કરે છે.આદિકાળથી માનવના પોષાક અને ખોરાકનાં વિકાસ સાથે તેને સંગ્રહવા માટેનાં સાધનોનો વિકાસ સમયાંતરે થતો ગયો. એ સાધનો માટે સૌથી મહત્વનો કાચો માલ, તે કુદરતી માટી. આમ માનવજીવનમાં માટીકળાનો ઉદભવ થયો. મોહેં-જો-દડો અને હડપ્પામાંથી માટીનાં મળેલા નિત્ય વપરાશનાં વાસણો તથા મડદા દાટવાની કોઠીઓ ઉપર ખુબ સુંદર અને અલંકૃત ભાત જોવા મળે છે. આ ઉપરથી ફલીત થાય છે કે એ પ્રજાનો માટીકળા પ્રત્યેનો પ્રેમ જીવનનાં અંતિમ ક્ષેત્ર સુધી વિસ્તરેલો હતો.દરેક સંસ્કૃતિમાં માટીકામનો વિકાસ કરનાર સામાન્ય કુંભકાર હતો.