રેમ્યા - 1 - નજરાણું અનોખું

(13)
  • 3.3k
  • 1.8k

મયૂર હજી એનું લેપટોપ બંધ કરીને ઉભો થયો, આખી રાતનો કંટાળો એના મોઢા પર વર્તાતો હતો અને સાથે ઊંઘ પણ! આખીરાત લેપટોપ સામે બેસી રહ્યો હોવાથી એની આંખમાં લાલાશ ચડી ગઈ હતી.હમણાં પાછું કામ પણ વધારે હોય છે કોરોના ઇફેક્ટમાં, યુ એસ બેઝ કંપની છે તો અત્યારની માંગ પ્રમાણે એ નાઈટ શિફ્ટમાં ડ્યૂટી કરે છે.સોફ્ટવેર એન્જીનર એટલે ઘણી વાર એને રાતના ઉજાગરાની આદત હતી. આળસ મરડી એ જરા ઉભો થયો.લોકડાઉન છે એટલે ઘરે પણ બધા શાંતિથી ઉઠે છે, બધાને ડિસ્ટર્બ ન કરવાના ઈરાદાથી એ કોફી બનાવવા કિચનમાં ગયો.ફ્રીઝ ખોલ્યું પણ દૂધ તો હતું નહિ સવારે ૬ વાગ્યે તો પાછું કોઈ