લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 33

(32)
  • 3.3k
  • 4
  • 1.7k

સાંજના પાંચ વાગી રહયા હતા ને સ્નેહાના ઘરે મહેમાન હોવાથી ઘરમાં રોનક લાગી રહી હતી. આજે લગભગ બધા જ ઘરે હતા. શુંભમ અને સ્નેહાની પહેલી મિટિંગ શરૂ હતી. પ્રેમ હતો, લાગણીઓ હતી, એકબીજાને કેટલા સમયથી બંને ઓળખતા હતા. ફોન પર કેટલી બધી વાતો હતી. હનિમુનથી લઇ છોકરા સુધીની વાતો ફોન પર થઈ ગઈ હતી. જયારે આજે બંને એકબીજાની સામે બેઠા છે તો કોઈ કંઈ બોલી નહોતું રહયું. થોડીવાર એમ જ એકબીજાને જોતા રહયા ને વાતની શરૂઆત કરવાની કોશિશ કરતા હતા ત્યાં જ સપનાએ દરવાજો ખોલ્યોને તે અંદર આવી. " વાત થઈ ગઈ પુરી....સમય