રેમ્યા - 2 - સંગ મુલાકાત

  • 2.3k
  • 924

મયુર ફ્રેશ થઈને નાસ્તા માટે ડાઇનિંગ ટેબલ પર આવ્યો, પપ્પા જોડે બેઠો.એમની જોડે કોરોનાના અપડેટસ શેર કરવા લાગ્યો,"પપ્પા, બહુ વધતા જાય છે કૅસ જુવોને હમણાંથી..." "હા,વાત જ ના કર, એમાંય પરિસ્થિતિ હજી વકરશે તો નાના માણસોનું જીવવું હેરાન થઇ જશે." "જ્યારથી લોકડાઉન જાહેર થયું છે ત્યારથી આમ તો ઘણાં માણસોની રોજી બંધ થઇ ગઈ છે.આતો અમારે ઘરેથી કામ છે તો ખબર નથી પડતી." "પણ બેટા, કાલે ન્યૂઝમાં હતું કે સરકારે કંઈક કોરોના બગેટ જાહેર કર્યું છે અને કંપનીઓને પગાર ના કાપવાની અપીલ પણ કરવાંમાં આવી હતી કંઈક." "હા, એ તો મેં પણ વાંચ્યું હતું સાચી વાત