ચન્દ્ર પર જંગ - 6

(19)
  • 3.8k
  • 5
  • 1.6k

ચન્દ્ર પર જંગ યશવન્ત મહેતા (કિશોર વૈજ્ઞાનિક સાહસકથા, ૧૯૭૦) પ્રકરણ – ૬ : અવકાશી અંધારાં-અજવાળાં ચાઓ-તાંગ ખુશમિજાજમાં હતો. કુમારને એણે ટ્રાન્સમીટર દુરસ્ત કરવાનું કહ્યું ત્યારે એને ડર હતો કે કુમાર આનાકાની કરશે. વિશ્વરાજ્યની સ્થાપનામાં મદદ કરવા તૈયાર નહિ થાય. પણ કુમારના મનમાં એક જુદી જ ઘટમાળ ચાલતી હતી. એણે ધૂળના કળણમાંથી નીકળીને એક જ ઈચ્છા કરી હતી કે, મારા હાથમાં એક ટ્રાન્સમીટર હોય તો પૃથ્વી પર સમાચાર પહોંચાડી શકાય. આ ચીનાઓના ભયંકર કાવતરાની વાત બધાને કહી શકાય. એટલે એણે વિરોધ કર્યો નહોતો. જોકે પોતે આ ટ્રાન્સમીટર દુરસ્ત કરી શકશે કે નહિ, એ પણ સવાલ હતો. સોવિયેત સંઘનાં ટ્રાન્સમીટરોની રચનાનો એને