વિર સાથે સ્નેહની સફર રાષ્ટ્રના દિલ સમી આર્થિક રાજધાની મુંબઇ ધંધાકિય કામ પુરુ કરીને વી.ટી. સ્ટેશનના એક બેંચ પર સુરતની ટ્રેનની રાહ જોઇને બેઠો હતો. મુંબઇ શહેરની એ ભવ્યતા નવી મુંબઇની એ રોનક હજી મારી નજરે તરતી હતી. રેલ્વે સ્ટેશન પર નહિવત ભીડ હતી પણ થોડિ જ વારમાં અહિ પગ મુકવાની જગ્યા નહિ હોય. થોડિવારમાં પ્લેટફોર્મ પરની ડિસ્પ્લેમાં કોચ નંબર દેખાયા એટલે હુ ત્યા જઈ ઉભો રહિ ગયો. ત્યા ટ્રેન પણ આવી ગઈ એટલે હુ વી.ટી.સ્ટેશન થી મારા રિઝર્વેશન કરેલી સીટ પર બેસી ગયો. હજુ તો સાંજ પડવાને ઘણી વાર હતી પણ આખો દિવસના કામને કારણે થાકી ગયો હતો એટલે