પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-13 200 વર્ષ પહેલાં, પુષ્કર, રાજસ્થાન પુષ્કર મેળાનાં છેલ્લા દિવસે આયોજિત તલવારબાજીની સ્પર્ધામાં સ્ત્રીઓની તલવારબાજી પ્રતિયોગીતા પૂર્ણ થઈ ચૂકી હતી, જેમાં અંબિકાનો વિજય થયો હતો. સ્ત્રીઓની તલવારબાજી સ્પર્ધા બાદ જ્યારે પુરુષોની તલવારબાજી સ્પર્ધાનું એલાન થયું ત્યારે એમાં ભાગ લેનારા પ્રતિયોગીઓમાં માધવપુરના રાજા વિક્રમસિંહ ભાગ લેવા જઈ રહ્યા હોવાની વાત સાંભળી અંબિકા હરખમાં આવી ગઈ. આ સ્પર્ધામાં વિક્રમસિંહ અવશ્ય જીતશે અને પોતે માધવપુરની મહારાણી બનશે એવા દિવાસ્વપ્ન જોઈ રહેલી અંબિકા સ્પર્ધાનાં મેદાનમાં આવી પહોંચી, જ્યાં વિક્રમસિંહ એમના પ્રથમ પ્રતિદ્વંદી સામે તલવારબાજી કરી રહ્યા હતાં. માત્ર બે મિનિટમાં તો વિક્રમસિંહે આસાનીથી પોતાના વિરોધીને હરાવી દીધો. આ જોઈ અંબિકા ગેલમાં