સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૨૫

(24)
  • 5.2k
  • 1.3k

ભાગ :- ૨૫આપણે ચોવીસમાં ભાગમાં જોયું કે સૃષ્ટિ, સાર્થક, શ્યામ બધાજ આ સંબંધને પોતપોતાની રીતે, નજરે જોઈ રહ્યા છે અને આ સંબંધ સાચવવા શું કરવું જોઇએ એ મથામણમાં લાગી જાય છે. એકબીજાથી છૂટા પડીને સાર્થક અને સૃષ્ટિ બંને નવેસરથી પોતાના સંબંધ વિશે વિચારે છે જેના અંતે બંને એક નિર્ણય લઈને ઊંઘી જાય છે. જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****સવારના છ વાગ્યા છે. ગાંધીનગરમાં આવેલા નિરવ દેસાઈના બંગલાના પહેલા માળે આવેલા એના બેડરૂમમાં કેટલાય વર્ષોથી જાણીતા અજનબીની જેમ રહેતી એની પત્ની સૃષ્ટિ દેસાઈના ચેહરા પર બારીમાંથી સીધો કુમળો તડકો પડી રહ્યો હતો. એ ઉભી થાય છે, એક નજર બાજુમાં