બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૧૭

  • 2.6k
  • 888

અધ્યાય ૧૭ પહેલીવાર સિગારેટ પીવાનો મને કોઈ અફસોસ નહોતો. સિગારેટે એનુ કામ પણ પૂરી નિષ્ઠાપૂર્વક કર્યુ.અનિદ્રાભરી રાતની એ ક્ષણો મને વરસો સમાન ભાસતી હતી. તમાકુભરેલા કાગળના ઠૂંઠાઓએ ધુમાડામાં પરિવર્તિત થઈ એ ક્ષણો રાહત સાથે પસાર કરાવી આપી. વહેલી પરોઢે આંખો મીંચી હું જાગ્રત અવસ્થામાં જ ખાટલામાં સહેજ વાર માટે આડો પડ્યો અને મારી આંખ સહેજ વાર માટે મળી ગઈ. રવિવારનો એટલે રજાનો દિવસ હતો. નોકરી ન જવાનુ હોવાથી આજે હું રોજ કરતા જરા મોડો ઉઠ્યો હતો. દાતણ કરી બહાર આંગણામાં આવ્યો તો મિનુડીને એના ઘરના ઓટલા પર ભોંખડિયે ચાલતી અને રમતી જોઈ. ઈશ્ચરભાઈ બાજુમાં બેસી એને રમાડતા હતા. એ વખતે