સમર્પણ - 22આગળના ભાગમાં આપણે જોયું કે એકાંતને પોતાના વિશેની હકીકત જણાવ્યા બાદ દિશાના મનમાં ઘણાં જ પ્રશ્નો ઉદ્દભવવા લાગ્યા હતા, જેના જવાબ તે પોતે જ પોતાને આપી રહી હતી. ક્ષણવાર તો તેને લાગે છે કે તેને એકાંતને હકીકત જણાવીને ભૂલ કરી છે. પરંતુ પછી પોતાની જાતે જ નક્કી કરી લે છે કે જે કર્યું છે તે બરાબર જ છે. દિશાને જમવાનું બનાવવાનો મૂડ ના હોવાના કારણે રુચિ પાસે ઓનલાઈન જ ઓર્ડર કરી જમવાનું મંગાવી લે છે. રાત્રે જમીને રુચિ નિખિલ સાથે વાતોમાં વ્યસ્ત થઈ જાય છે ત્યારે દિશા અભિવ્યક્તિ ઉપર પોતાનો હૈયાનો ભાર શબ્દોમાં ઠાલવે છે. એપ્લિકેશન બંધ કરીને