પ્રણામ,લખવાની સાથે સાથે મારો અભ્યાસ પણ ચાલુ છે જેથી નવા પ્રકરણ આપના સુધી પહુંચાડવામાં થોડો વિલંબ થઈ રહ્યો છે જેના માટે હું ક્ષમાપ્રાર્થી છું પ્રકરણ ૧૭ " આનંદવિહાર આ ગયા સાહબ " ટેક્સી વાળાએ કહ્યું અને પાછલી સીટ પર બેસેલા રેયાંશએ આંખો ખોલી.... એક મોટું બગાસું ખાધું, આળસ મરડી અને બાજુની સીટ પર રાખેલી બેગ લઈ અને તે નીચે ઊતર્યો અને ટેક્સી વાળાને પૈસા ચૂકવ્યા... એટલે તે ટેક્સી વાળા ભાઈએ પણ પોતાની ટેક્સી ચાલતી કરી અને... થોડીક જ ક્ષણોમાં એ રોડ પર ચાલતા બીજા વાહનોની ભીડમાં એ ટેક્સી પણ સરકી ગઈ. જેમ જેમ સાંજ ઢળી રહી હતી એમ ભીડ પણ વધી