યોગ-વિયોગ - 52

(339)
  • 21.6k
  • 12
  • 13.6k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૫૨ સૂર્યકાંતની આંખો ખૂલી ત્યારે એ હોસ્પિટલના બિછાને હતા. કોણ જાણે કેમ, છાતીનો દુખાવો શરૂ થયો એ ક્ષણથી શરૂ કરીને આજ સુધી સૂર્યકાંતને ભૂતકાળ જાણે ફિલમની પટ્ટીની જેમ યાદ આવી રહ્યો હતો. જીવાયેલી એક એક ક્ષણ સૂર્યકાંતની નજર સામે જીવતી થઈને આવતી હતી. એ બધાં જ પાત્રો, જેને આ છેલ્લા બે દાયકામાં લગભગ ભૂલી ગયા હતા એ બધાં જ પાત્રો, એમના ચહેરાઓ અને એમની સાથે બનેલું એ તમામ, જેને સૂર્યકાંત ભૂલવા મથતા હતા એ સૂર્યકાંતને ફરી ફરીને સતાવી રહ્યું હતું. સૂર્યકાંત મુંબઈ છોડીને ચાલી નીકળ્યા ત્યાંથી શરૂ કરીને મુંબઈ પાછા પહોંચ્યા ત્યાં સુધી એક વસુંધરાને